Moneycontrol's New Milestone: નેટવર્ક 18 ગ્રુપના ડિજિટલ નાણાકીય પ્લેટફોર્મ મનીકંટ્રોલે ગયા મહિને ઓક્ટોબરમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. ગૂગલના ડેટા અનુસાર, તેના પ્લેટફોર્મ પર 10 કરોડથી વધુ અનન્ય મુલાકાતીઓ આવ્યા હતા. આ સિદ્ધિ નાણાકીય સમાચારો, બજાર તથ્યો અને રોકાણની માહિતી માટે વિશ્વસનીય અને માંગવામાં આવતા સ્ત્રોત તરીકે મનીકંટ્રોલની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે. શેરબજારના ડેટા, ફાઇનાન્શિયલ ટૂલ્સ, શેરો પર વિશિષ્ટ સંશોધન તેમજ મહત્વપૂર્ણ બજાર અને વ્યવસાયિક સમાચારોની વિશેષ રજૂઆતે તેની પહોંચ મજબૂત કરી છે.