SRF Q1 Results : સ્પેશિયાલિટી કેમિકલ ઉત્પાદક SRF લિમિટેડે બુધવાર, 23 જુલાઈના રોજ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા, જે વિશ્લેષકોની અપેક્ષાઓથી વિપરીત મિશ્ર હતા. પરંતુ વાર્ષિક ધોરણે, કંપનીના પરિણામો સારા છે. કંપનીની આવક ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 10.3 ટકા વધીને રુપિયા 3,819.6 કરોડ થઈ છે. જ્યારે, CNBC-TV18 એ રુપિયા 4,091 કરોડ હોવાનો અંદાજ મૂક્યો હતો.