રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાએ કાર્યભાર સંભાળ્યા બાદ ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો થવાની અટકળો વચ્ચે એક્સિસ બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ નીલકંઠ મિશ્રાએ સ્પષ્ટપણે કહ્યું છે કે અત્યારે વ્યાજદરમાં ઘટાડો કરવાનો કોઈ અવકાશ નથી. તેમણે બુધવારે જણાવ્યું હતું કે ફુગાવાના વધારાને કારણે, ફેબ્રુઆરીમાં યોજાનારી આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં અને સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. પીટીઆઈના સમાચાર અનુસાર, મિશ્રાએ કહ્યું કે RBIમાં નેતૃત્વ પરિવર્તનથી કોઈ પરિવર્તન નહીં આવે અને તેમણે કહ્યું કે સંસ્થાકીય ક્ષમતા ઘણી મજબૂત છે.