ટ્રમ્પે દુનિયાભરમાં ટેરિફ લગાવવાની ઝડપ એટલી વધારી દીધી છે કે નફા-નુકસાનની ગણતરી પણ ભૂલી ગયા લાગે છે. તેમણે લેસોથો નામના દક્ષિણ આફ્રિકી પર્વતીય દેશ પર 50 ટકા ટેરિફ લાદ્યો છે, જે અમેરિકા તરફથી કોઈપણ સ્વતંત્ર દેશ પર લગાવાયેલો સૌથી મોટો ટેરિફ છે. ટ્રમ્પે ભાષણમાં કહ્યું હતું કે, "લેસોથો, જેનું નામ કદાચ કોઈએ સાંભળ્યું નથી, તે અમેરિકી માલ પર 99 ટકા ટેરિફ લગાવે છે, તેથી અમે પણ તેની સામે આ પગલું ભર્યું છે." આ નિર્ણયથી ગભરાયેલા લેસોથોએ વોશિંગ્ટનમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલવાનું નક્કી કર્યું છે, જે પોતાને બચાવવા વિનંતી કરશે. અત્યાર સુધી અમેરિકા આ દેશ પર કોઈ ટેરિફ લગાવતું નહોતું.