Trump tariffs: અમેરિકાએ પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે. ટ્રમ્પે ભારત પર 27 ટકા પારસ્પરિક ટેરિફ લાદ્યો છે. હવે અમેરિકામાં વિદેશી આયાત પર ઓછામાં ઓછો 10 ટકા ટેરિફ લાગશે. ભારત અને ચીન સહિત 180 થી વધુ દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા છે. 10 ટકા ટેરિફ ૫ એપ્રિલથી અમલમાં આવશે. તે જ સમયે, સૌથી વધુ ટેરિફ ૯ એપ્રિલથી લાગુ થશે. ફાર્મા, આઈટી, સેમિકન્ડક્ટર, સોનું, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપરને ટ્રમ્પના આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ટ્રમ્પના ટેક્સની ફાર્મા અને આઇટી પર તટસ્થ અસર પડશે.