Get App

કમોડિટી લાઇવ: 4 વર્ષના નીચલા સ્તરે ક્રૂડ, ટેરિફ વૉરને લીધે સોના-ચાંદી વોલેટાલ

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 323ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

MoneyControl Newsઅપડેટેડ Apr 07, 2025 પર 1:27 PM
કમોડિટી લાઇવ: 4 વર્ષના નીચલા સ્તરે ક્રૂડ, ટેરિફ વૉરને લીધે સોના-ચાંદી વોલેટાલકમોડિટી લાઇવ: 4 વર્ષના નીચલા સ્તરે ક્રૂડ, ટેરિફ વૉરને લીધે સોના-ચાંદી વોલેટાલ
ઉલ્લેખનિય છે કે, ટેરિફ લાગવાની આશંકાએ માર્ચ મહિનામાં COMEX કોપરમાં રેકોર્ડ ઉંચાઈએ ભાવ પહોંચતા દેખાયા

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 50 પૈસા નબળો થઈ 85.24 પ્રતિ ડૉલરની સામે 85.74 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં વૈશ્વિક અને સ્થાનિક બન્ને ઇક્વિટી બજારમાં વેચવાલીના કારણે રૂપિયામાં નરમાશ જોવા મળી.

ટેરિફ વૉરની ચિંતાએ ડિમાન્ડ ઘટવાના ડરથી અને મંદીની આશંકાએ ક્રૂડમાં દબાણ દેખાઈ રહ્યું છે, જ્યાં બ્રેન્ટના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 64 ડૉલરની નીચે પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 60 ડૉલરની પાસે કારોબાર જોવા મળ્યો, અહીં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં 2 ટકાથી વધુની વેચવાલી જોવા મળી હતી. આ સાથે જ ઉલ્લેખનિય છે કે છેલ્લા 4 દિવસમાં ક્રૂડની કિંમતોમાં 16%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસના ભાવ 2 ટકાથી વધુ ઘટીને 323ના સ્તરની આસપાસ પહોંચતા દેખાયા.

સોનામાં ઘટાડા બાદ નીચલા સ્તરેથી રિકવરી આવતા વૈશ્વિક બજારમાં 3000 ડૉલરના સ્તરની ઉપર કારોબાર યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં સોનાની કિંમતો 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી જોવા મળી, જ્યાં MCX પર ભાવ 88,000ના સ્તરની ઉપર જોવા મળ્યા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો