Get App

કોમોડિટી લાઈવ: સોના અને ચાંદીમાં આજે આવ્યો ઉછાળો, ક્રૂડમાં ફરી આવ્યો ઉછાળો

ચાંદીમાં મે મહિનામાં 2 ટકાની તેજી આવ્યા બાદ આજે પણ ઉછાળા સાથે કારોબાર છે. આજે પણ કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાના ઉછાળા બાદ 33.23ની આસપાસ કામકાજ છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 02, 2025 પર 12:30 PM
કોમોડિટી લાઈવ: સોના અને ચાંદીમાં આજે આવ્યો ઉછાળો, ક્રૂડમાં ફરી આવ્યો ઉછાળોકોમોડિટી લાઈવ: સોના અને ચાંદીમાં આજે આવ્યો ઉછાળો, ક્રૂડમાં ફરી આવ્યો ઉછાળો
બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે.. ટ્રમ્પે એલ્યુમિનિયમ અને કોપર પર વધારાના ટેરિફ લગાવવાની વાત કરી છે જેને કારણે LME પર એલ્યુમિનિયમમાં ઘટાડો છે

રૂપિયામાં આજે સારી મજબૂતી જોવા મળી છે. શુક્રવારે 85.58ના સ્તરની સામે 6 પૈસાની મજબૂતી સાથે 85.52ના સ્તર પર શરૂઆત થતી જોવા મળી હતી. જોકે ત્યારે દિવસ દરમિયાન મજબૂતી જોવા મળી હતી. 85.40ની નીચે રૂપિયો આવ્યો હતો. ડોલર ઈન્ડેક્સમાં આવેલા ઘટાડાને પગલે ફરી એક વખત રૂપિયામાં મજબૂતી આવતી જોવા મળી છે.

સોના અને ચાંદીમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર ભાવ 3340ને પાર છે જ્યારે MCX પર પણ ભાવ 96300ને પાર પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે 2 ટકાનો સોનામાં આવેલા ઘટાડા બાદ આજે ઉછાળો છે. US અને ચીન વચ્ચે ફરી ટ્રેડ વાર્તા પર વિવાદ ઊભો થયો છે. બીજી તરફ સરકારી બોન્ડ યીલ્ડમાં પણ વધારો થઈ રહ્યો છે જેના પગલે સોનામાં ખરીદી જોવા મળી રહી છે.

ચાંદીમાં મે મહિનામાં 2 ટકાની તેજી આવ્યા બાદ આજે પણ ઉછાળા સાથે કારોબાર છે. આજે પણ કોમેક્સ પર ચાંદીમાં અડધા ટકાના ઉછાળા બાદ 33.23ની આસપાસ કામકાજ છે.

બેઝ મેટલ્સમાં આજે મિશ્ર કારોબાર છે.. ટ્રમ્પે એલ્યુમિનિયમ અને કોપર પર વધારાના ટેરિફ લગાવવાની વાત કરી છે જેને કારણે LME પર એલ્યુમિનિયમમાં ઘટાડો છે અને સાથે જ MCX પર પણ દબાણ છે.. આ સાથે જ ચીનમાં કોપરની માગ વધે તેવા સંકેતને પગલે કોપરમાં સારી તેજી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો