Get App

કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી સાથેનો કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરેથી દબાણ, બ્રેન્ટ $65ની નીચે

કિંમતો વધીને આશરે 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. USના પ્રાઈવેટ પેરોલ આંકડા અનુમાન કરતા નબળા રહ્યા. મે મહિનામાં ISM સેવાઓનો PMI વર્ષમાં પહેલી વાર ઘટ્યો. ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરની નીચે આવ્યો. આવતીકાલે US નોન ફાર્મ પેરોલના આંકડા આવશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2025 પર 12:04 PM
કમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી સાથેનો કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરેથી દબાણ, બ્રેન્ટ $65ની નીચેકમોડિટી લાઇવ: સોના-ચાંદીમાં તેજી સાથેનો કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરેથી દબાણ, બ્રેન્ટ $65ની નીચે
ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતા, બ્રેન્ટના ભાવ 65 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ આશરે પા ટકાથી વધુની વેચવાલી જોવા મળી.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 3 પૈસા મજબૂત થઈ 85.90 પ્રતિ ડૉલરની સામે 85.87 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તર જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં વેચવાલીના કારણે રૂપિયાને સપોર્ટ મળી રહ્યો છે.

સોનાની કિંમતોમાં ઉછાળો આવતા ભાવ 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતા દેખાયા, જ્યાં COMEX પર 3370 ડૉલરને પણ પાર કારોબાર નોંધાયો, તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં આશરે પા ટકાથી વધુની મજબૂતી સાથે 97,555ના સ્તરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ હતી. USના પ્રાઈવેટ પેરોલના આંકડા અનુમાન કરતા વધુ નબળા આવતા અને ડૉલર ઇન્ડેક્સમાં 99ના સ્તરની નીચે કારોબાર જતા સોનાની કિંમતોને સપોર્ટ મળતો દેખાયો હતો.

કિંમતો વધીને આશરે 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી. USના પ્રાઈવેટ પેરોલ આંકડા અનુમાન કરતા નબળા રહ્યા. મે મહિનામાં ISM સેવાઓનો PMI વર્ષમાં પહેલી વાર ઘટ્યો. ડૉલર ઇન્ડેક્સ 99ના સ્તરની નીચે આવ્યો. આવતીકાલે US નોન ફાર્મ પેરોલના આંકડા આવશે.

ચાંદીમાં ઉપલા સ્તરેથી વેચવાલી જોવા મળી, છતા વૈશ્વિક બજારમાં ભાવ 34 ડૉલરને પાર સ્થિર રહ્યા, તો સ્થાનિક બજારમાં આજે સતત પાંચમો દિવસ જ્યારે કિંમતો 1 લાખના સ્તરની ઉપર સસ્ટેઇન થતી દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો