આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટીમાં એક્શન રહી, જ્યાં સૌથી વધારે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ફોકસમાં રહ્યું, કારણ કે UK સાથે ભારતના FTA એટલે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થવાના કારણે હવે જ્વેલરી એક્સપોર્ટ 0 ડ્યૂટી પર થશે, જેથી ભારતથી જ્વેલરી એક્સપોર્ટ વધવાની આશા બની રહી છે. આ સાથે જ જે રીતે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે, ફેડએ વ્યાજ દરમાં કાપ નથી કર્યો તે બધાની અસર સ્થાનિક અને વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો પર જોવા મળી છે. આ સાથે જ ક્રૂડ ઓઈલમાં પણ ઘણા ઉતાર-ચઢાવ સાથેના કારોબાર જોવા મળ્યા, તો બેઝ મેટલ્સમાં પણ ડૉલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીની અસર જોઈ છે. હવે આ બધાની વચ્ચે નોન એગ્રી કૉમોડિટી માટે કેવું આઉટલૂક બની રહ્યું છે, સાથે જ UK સાથેના FTAથી ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને કેટલો ફાયદો થશે.