MCX Gold Rate: છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, અને વર્ષ 2025 પણ આ ટ્રેન્ડથી અછૂતું રહ્યું નથી. MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનાનો ભાવ આ વર્ષે 30% વધ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં 35%નો વધારો નોંધાયો છે. આ સામે નિફ્ટી 50 ઇન્ડેક્સે માત્ર 4.65%નું રિટર્ન આપ્યું છે અને BSE સેન્સેક્સમાં 3.75%ની વૃદ્ધિ જોવા મળી છે. રિલાયન્સ જેવી મોટી કંપનીના શેરમાં પણ 2025માં માત્ર 14%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આગામી 5 વર્ષમાં સોનાનો ભાવ ક્યાં સુધી પહોંચશે?

