Get App

લ્યો બોલો, હવે ટામેટાની પણ થવા લાગી ચોરી, કોણ અને ક્યાંથી ચોરી ગયું મહામુલા લાખોના ટામેટા, જાણીને ચોંકી જશો

ટામેટાના વધતા ભાવની વચ્ચે કર્ણાટકમાંથી સામે આવેલો કિસ્સો જાણી ચોંકી જશો. અત્યાર સુધીમાં આપે સોના-ચાંદી અથવા અન્ય કિંમતી સામાનની ચોરી થઈ હોય તેવું સાંભળ્યું હશે, પણ હાસન જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 06, 2023 પર 12:37 PM
લ્યો બોલો, હવે ટામેટાની પણ થવા લાગી ચોરી, કોણ અને ક્યાંથી ચોરી ગયું મહામુલા લાખોના ટામેટા, જાણીને ચોંકી જશોલ્યો બોલો, હવે ટામેટાની પણ થવા લાગી ચોરી, કોણ અને ક્યાંથી ચોરી ગયું મહામુલા લાખોના ટામેટા, જાણીને ચોંકી જશો
ચોરોએ અહીં કોઈના ઘર કે બંગલામાં નહીં પણ એક ખેડૂતના ખેતરમાં ધાડ પાડી હતી. આરોપ છે કે, ચોરોએ ખેડૂતના ખેતરમાંથી લાખો રૂપિયાના ટામેટા ઉપાડી ગયા છે.

Karnataka: દેશમાં મોંઘવારીએ માજા મુકી છે. શાકભાજીથી લઈને દાળ સુધીના ભાવ આકાશે આંબી રહ્યા છે. તેમાં પણ હાલના દિવસોમાં સૌથી વધુ કોઈ ચર્ચામાં હોય તો તે છે ટામેટા. ખાસ કરીને ટામેટાના ભાવે તો રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. કેટલાય રાજ્યોમાં ટામેટા 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. સ્થિતિ એવી છે કે સામાન્ય જનતા ટામેટા લેતા ડરી રહી છે. ટામેટા ઉપરાંત અન્ય શાકભાજીના ભાવે પણ સામાન્ય લોકોના રસોડું બજેટ ખરાબ કરી નાખ્યું છે.

ટામેટાના વધતા ભાવની વચ્ચે કર્ણાટકમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં આપે સોના-ચાંદી અથવા અન્ય કિંમતી સામાનની ચોરી થઈ હોય તેવું સાંભળ્યું હશે, પણ હાસન જિલ્લામાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ચોરોએ અહીં કોઈના ઘર કે બંગલામાં નહીં પણ એક ખેડૂતના ખેતરમાં ધાડ પાડી હતી. આરોપ છે કે, ચોરોએ ખેડૂતના ખેતરમાંથી લાખો રૂપિયાના ટામેટા ઉપાડી ગયા છે.

અઢી લાખ રૂપિયાના ટામેટા ચોરી ગયા

બધા સમાચાર

+ વધુુ વાંચો