LPG Cylinder Price: LPGના ભાવમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે LPGના ભાવમાં વધારો ઉજ્જવલા અને સામાન્ય ગ્રાહકો બંને માટે હશે. એટલે કે હવે તમારે ગેસ સિલિન્ડર માટે 803 રૂપિયાને બદલે 853 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડર મેળવવા માટે 550 રૂપિયા ચૂકવવા પડશે.