Soybean Prices: સોયાબીનના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. નબળા પાક અને વરસાદથી થયેલા નુકસાન છતાં, સોયાબીનના ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી 15%થી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે સોયાબીનનો MSP 5,328 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે, પરંતુ બજારમાં ભાવ 3,500થી 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વચ્ચે રહ્યા છે.

