Get App

કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ

ડૉલરમાં રિકવરીના કારણે સોનાની ચમક ઘટતી જોવા મળી, સ્થાનિક બજારમાં આશરે અડધા ટકાના દબાણ સાથે 59,095ના સ્તરની આસપાસ કારોબાર નોંધાયો

MoneyControl Newsઅપડેટેડ Apr 03, 2023 પર 11:41 AM
કમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવકમોડિટી લાઈવઃ આજે ક્યા લગાવ શું દાવ
OPEC એ કહ્યુ કે કિંમતોને સ્થિર કરવા માટે તે જરૂરી હતું. પાછલા ક્વાર્ટરમાં કિંમતોમાં મોટાપાયે સુધારો થયો છે. ભારત અને ચીનને બાદ કરતાં વૈશ્વિક માંગ ઘટી રહી છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં શરૂઆતી તેજી બાદ કિંમતો ફરી ઘટતી દેખાઈ, અને બ્રેન્ટમાં 84 ડૉલરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો nymex ક્રૂડમાં સારી તેજી સાથે 80 ડૉલરની પાસે કિંમતો પહોંચતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ સારી મજબૂતી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે...ઉલ્લેખનિય છે કે, OPEC+એ 1.16 mbpd ના આશ્ચર્યજનક ઉત્પાદન કાપની જાહેરાત કરી છે, અને બીજી બાજુ ચાઈના તરફથી માગ વધી રહી છે, જેનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી ગઈ છે. એશિયામાં કિંમતો આશરે 6% વધતી દેખાઈ. OPEC+એ 1.16 mbpd ના આશ્ચર્યજનક ઉત્પાદન કાપની જાહેરાત કરી. OPEC+ દ્વારા કુલ વોલ્યુમ કાપ 3.66 mbpd પર, 3.7% વૈશ્વિક માંગ છે. માર્ચમાં OPECનું આઉટપુટ 28.9 mbpd રહ્યું. 400,000 bpd ની નિકાસ તુર્કીથી અટકી. ચાઈના તરફથી માગમાં વધારો જોવા મળ્યો. USમાં મોંઘવારી ઓછી થવાથી કિંમતોને સપોર્ટ મળ્યો છે. બ્રેન્ટની કિંમત 85 ડૉલરના સ્તરની પાસે પહોંચી ગઈ છે. WTI ક્રૂડમાં 80 ડૉલરની નજીક કારોબાર નોંધાયો. 3 દિવસમાં બ્રેન્ટનો ભાવ આશરે 7.50% જેટલો વધ્યો.

OPEC એ કેમ કર્યો કાપનો નિર્ણય?

બધા સમાચાર

+ વધુુ વાંચો