TCS layoffs IT Ministry: ભારતની સૌથી મોટી IT સેવા કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ દ્વારા 12,000થી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત બાદ કેન્દ્ર સરકારનું સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય સતર્ક બન્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મંત્રાલય આ મામલે સતત TCSના સંપર્કમાં છે અને આ નિર્ણયના કારણોની તપાસ કરશે. TCSના આ પગલાથી ખાસ કરીને મિડ-લેવલ અને સિનિયર લેવલના કર્મચારીઓ પર સૌથી વધુ અસર થશે.