કેન્દ્ર સરકાર પહેલેથી જ ‘મેડ ઇન ઇન્ડિયા’ અભિયાનને સમર્થન આપી રહી છે. આ જ કારણ છે કે આજે ભારત સ્માર્ટફોન નિકાસના મામલે રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યું છે. આજે ભારતમાં બનેલા સ્માર્ટફોન આખી દુનિયામાં વેચાય છે. એ જ રીતે કેન્દ્ર સરકારે દેશમાં જ ટેલિકોમ સાધનોનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની માહિતી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી હતી.