NBCC India: સરકારી કન્સ્ટ્રક્શન કંપની NBCC ઇન્ડિયા લિમિટેડને એક જ દિવસમાં કુલ 116.95 કરોડના 3 મહત્ત્વપૂર્ણ વર્ક ઓર્ડર મળ્યા છે. આ સમાચારને પગલે આગામી સોમવારે કંપનીના શેરના ભાવમાં સારો ઉછાળો જોવા મળી શકે તેવી અપેક્ષા રોકાણકારો રાખી રહ્યા છે. કંપનીની મજબૂત કામગીરી અને નવા પ્રોજેક્ટ્સનો ઉમેરો તેના ભવિષ્ય માટે સકારાત્મક સંકેત આપી રહ્યા છે.

