Warning Letter: કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર SEBIએ દેશની સૌથી મોટી ખાનગી બેન્ક - HDFC બેન્કને નિયમનકારી પાલનમાં ક્ષતિઓ બદલ વહીવટી ચેતવણી જારી કરી છે. HDFC બેન્કે ગુરુવારે શેરબજાર એક્સચેન્જોને આ અંગેની માહિતી આપી છે. HDFC Bankએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે આ બેન્ક દ્વારા રોકાણ બેન્કિંગ પ્રવૃત્તિઓના સમયાંતરે નિરીક્ષણ દરમિયાન કરવામાં આવેલા અવલોકનો સાથે સંબંધિત છે, જેમાં SEBIના ચોક્કસ નિયમોના પાલનમાં ક્ષતિઓનો આરોપ છે.