શેરબજાર રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે SEBIએ AXIS સિક્યોરિટીઝ લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરી છે. SEBIએ AXIS સિક્યોરિટીઝ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ સ્ટોક બ્રોકર નિયમો અને રેગ્યુલેટરી નિયમોના ઉલ્લંઘન બદલ લાદવામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મે આ દંડ 45 દિવસની અંદર ચૂકવવો પડશે. 82 પાનાના આદેશમાં SEBIએ જણાવ્યું હતું કે AXIS સિક્યોરિટીઝ ઘણી જગ્યાએ રેગ્યુલેટરી પ્રક્રિયાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. આમાં વિસંગતતાઓની જાણ કરવી અને ક્લાયન્ટ ફંડનું અયોગ્ય સંચાલન શામેલ છે. SEBI દ્વારા એપ્રિલ 2021 થી નવેમ્બર 2022 ના સમયગાળા માટે AXIS સિક્યોરિટીઝની તપાસ હાથ ધર્યા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.