TCS layoffs real estate market: ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS) અને અન્ય મોટી IT કંપનીઓમાં સંભવિત છટણીના સમાચારથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ ચિંતાની લહેર ફેલાઈ છે. ખાસ કરીને બેંગલુરુ અને હૈદરાબાદ જેવા ટેક હબ શહેરોમાં, જ્યાં IT પ્રોફેશનલ્સની મજબૂત માંગને કારણે પ્રોપર્ટી માર્કેટ લાંબા સમયથી મજબૂત રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું IT સેક્ટરમાં છટણી રિયલ એસ્ટેટની વેચાણ પર અસર કરશે?