ફૂડ ડિલિવરી એગ્રીગેટર ઝોમેટોનો સ્વાદ ખાટો થઈ ગયો જ્યારે થાણેમાં જીએસટી વિભાગે વ્યાજ અને દંડ સહિત તેની પાસેથી રુપિયા 803.4 કરોડની માંગણી કરી. Zomatoએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, ડિલિવરી ચાર્જ પર વ્યાજ અને દંડની સાથે GST ના ચૂકવવા અંગે માંગણીનો આદેશ મળ્યો છે.