USB Type-C: ભારતમાં સ્માર્ટફોન અને લેપટોપ યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે તમારે તમારા સ્માર્ટફોન કે ટેબલેટ કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ડિવાઇસ માટે અલગ ચાર્જર રાખવાની જરૂર નહીં પડે. આ તમામ ડિવાઇસ માત્ર Type C ચાર્જરથી જ ચાર્જ થશે. ભારત સરકારે સોમવારે આ મામલે મોટો નિર્ણય લીધો છે. ઈલેક્ટ્રોનિક ડિવાઇસ માટે ટાઈપ-સી ચાર્જરને સર્ટિફાઇડ બનાવવામાં આવ્યું છે. કોઈની પાસે 2 લાખ રૂપિયાનો આઈફોન હોય કે 5,000 રૂપિયાનો એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોય, બંને માટે ચાર્જર શોધવાની સમસ્યા હવે સમાપ્ત થઈ જશે. આ ફીચર લાગુ થતાંની સાથે જ એક ચાર્જરથી અનેક ડિવાઇસને ચાર્જ કરી શકાશે.

