Bajaj Housing Finance IPO: બજાજ ગ્રુપની નૉન-ડિપૉઝિટ એનબીએફસી બજાજ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓના રોકણકારોને સારો રિસ્પોંસ મળી રહ્યો છે. ઈશ્યૂ ખુલવાની પહેલા જ દિવસે એંપ્લૉયીઝને છોડી આઈપીઓમાં દરેક કેટેગરી માટે આરક્ષિત હિસ્સો પૂરો ભરાઈ ગયો હતો. હવે આજની વાત કરીએ તો આ ઈશ્યૂ બે ગણાથી વધારે ભરાઈ ચુક્યો છે. હવે ગ્રે માર્કેટમાં વાત કરીએ તો તેના શેર આઈપીઓની અપર પ્રાઈઝ બેંડથી 64 રૂપિયા એટલે કે 91.43% ની GMP (ગ્રે માર્કેટ પ્રિમિયમ) પર છે. જો કે માર્કેટ એક્સપર્ટ્સના મુજબ ગ્રે માર્કેટથી મળેલા સંકેતોની જગ્યાએ કંપનીના ફંડામેંટલ્સ અને ફાઈનાન્શિયલના આધાર પર જ રોકાણથી જોડાયેલા નિર્ણય લેવા જોઈએ. તેના આઈપીઓ માટે પ્રાઈઝ બેંડ ₹66-₹70 છે.