Hyundai India IPOમાં નાણા રોકાણની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે સારા સમાચાર છે. તેઓ આવતા સપ્તાહથી Hyundai Indiaના IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. મોટા સંસ્થાકીય રોકાણકારો 14 ઓક્ટોબરે રુપિયા 25,000 કરોડના આ IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. તે જ સમયે, નાના રોકાણકારો 15થી 17 ઓક્ટોબર દરમિયાન આ IPOમાં નાણાંનું રોકાણ કરી શકશે. કંપનીએ આ IPO માટે શેરની કિંમત નક્કી કરી છે. આ IPOની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રુપિયા 1,865 થી રુપિયા 1,960 વચ્ચે હશે. આ વર્ષનો આ સૌથી મોટો IPO હશે.