Indo Farm Equipment IPO આજે શેરબજારમાં લિસ્ટ થયો છે. આ લિસ્ટિંગ ઇશ્યૂ કિંમતની સરખામણીમાં પ્રીમિયમ પર કરવામાં આવ્યું છે. મંગળવારે શેરબજારમાં આવેલી તેજી વચ્ચે, આ IPO ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં 20%ના પ્રીમિયમ પર કરવામાં આવ્યો હતો. IPO લોન્ચ થયા પહેલા, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹78 કરોડ એકત્ર કર્યા હતા. ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટે આ આઈપીઓથી ₹260.15 કરોડ એકત્ર કર્યા છે. આ IPO માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર ₹204 - ₹215 ની વચ્ચે રાખવામાં આવી હતી.