ITC Hotels IPO: ITC હોટેલ્સના શેર આજે બંને એક્સચેન્જ - નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ થયા છે. ITC માંથી ડિમર્જર પછી, ITC હોટેલ્સ આજે શેરબજારમાં લિસ્ટેડ થઈ ગઈ છે. ડિમર્જર પ્રક્રિયા હેઠળ, ITC લિમિટેડના શેરધારકોને 10 શેરના બદલામાં ITC હોટેલ્સનો 1 શેર મળ્યો છે. બુધવારે NSE પર ITC હોટેલ્સ ₹180 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયા હતા. તે BSE પર ₹188 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયું હતું.

