IPOની રાહ જોઈ રહેલા ઇન્વેસ્ટર્સ માટે સારા સમાચાર છે. વધુ બે IPO માટે બજારમાં પ્રવેશવાનો માર્ગ સાફ થઈ ગયો છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ NTPCની રિન્યુએબલ એનર્જી એકમ NTPC ગ્રીન એનર્જી અને શિક્ષણ-કેન્દ્રિત NBFC Avanse Financial Services Ltdને પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મંજૂરી આપી છે. સેબીએ સોમવારે એક અપડેટમાં આ માહિતી આપી હતી.