Pine Labs IPO: ફિનટેક ક્ષેત્રની મોટી કંપની પાઇન લેબ્સ હવે પબ્લિક થવા તૈયાર છે. તેનો IPO 7 નવેમ્બરે ખુલશે અને 11 નવેમ્બરે બંધ થશે. આ IPOમાં કંપની 2080 કરોડના નવા શેર ઇશ્યૂ કરશે. આ ઉપરાંત, હાલના શેરધારકો તરફથી 8.23 કરોડ શેરનું ઓફર ફોર સેલ (OFS) પણ રહેશે. એન્કર ઇન્વેસ્ટર્સ 6 નવેમ્બરે બોલી લગાવી શકશે. શેરનું અલોટમેન્ટ 12 નવેમ્બરે નક્કી થશે અને 14 નવેમ્બરે BSE તથા NSE પર લિસ્ટિંગ થવાની સંભાવના છે. હજુ સુધી પ્રાઇસ બેન્ડની જાહેરાત થઈ નથી.

