અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ફરી એક વાર તેમના નિવેદનોથી ચર્ચામાં આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલી તાજેતરની બેઠક પછી, ટ્રંપે આ મુલાકાત અંગે પોતાના અનોખા અંદાજમાં વાત કરી. તેમણે જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ “મજબૂત અને સમજદાર નેતા” છે, પણ તેમની ટીમના સભ્યોને જોતા એમ લાગ્યું કે બધા લોકો ખૂબ જ ડરેલા છે.

