Swiggy IPO listing: Swiggy એ આખરે શેરબજારમાં એન્ટ્રી કરી છે. બુધવારે, Swiggy ના શેર બંને એક્સચેન્જો - નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થયા હતા. ખાસ વાત એ છે કે કંપનીના શેર ઇશ્યૂ પ્રાઇસની સરખામણીમાં પ્રીમિયમ ભાવે લિસ્ટ થયા હતા. સ્વિગીની ઇશ્યૂ કિંમત ₹390 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. તેની સરખામણીમાં, આ સ્ટોક બુધવારે લગભગ 8%ના પ્રીમિયમ ભાવે લિસ્ટ થયો હતો.