ટાટા ગ્રુપના શેરમાં ગુરુવારે (7 માર્ચ)એ જોરદાર વધારો જોવા મળ્યો છે. શેર બજારમાં લિસ્ટેડ ટાટા ગ્રૂપના 18 માંથી 17 સ્ટૉક્સ લીલા નિશાનમાં કામકાજ કરતા જોવા મળ્યા છે. સૌથી વધુ તેજી 4 શેરોમાં જોવા મળ્યો છે. આ સ્ટૉક્સ ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ટાટા મોટર્સ અને ઈન્ડિયન હોટેલ્સ છે, જેમાં ઉછાળો જોવા મળ્યો છે. ખરેખર, મીડિયા રિપોર્ટ્સમાં એક ખાસ અપડેટને કારણે ટાટા ગ્રુપના આ શેરોમાં આ વધારો જોવા મળી રહ્યો છે.

