TBO Tek IPO open: ઑનલાઈન ટ્રાવેલ એજન્સી ટ્રાવેલ બુટીક ઑનલાઈન અથવા TBO Tekનું પબ્લિક ઈશ્યૂ બુધવારે, 8 મે થી ખુલ્યુ છે. તેમાં 10 મે સુધી પૈસા લગાવી શકો છો. કંપનીનો હેતુ 1550.81 કરોડ રૂપિયા એકત્ર કરવનો છે. કંપનીએ 7 મે ના એન્કર રોકાણકારથી 696.51 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. અબૂ ધાબી ઈનવેસ્ટમેન્ટ અથૉરિટી, ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ, ન્યૂબર્ગર બર્મન ઈનવેસ્ટમેન્ટ ફંડ, નોમુરા ફંડ, બ્લેકરૉકે ગ્લોબલ ફંડ, ફિડેલિટી ફંડ, ગોલ્ડમેન સેક્સ, એચએસબીસી ગ્લોબલ, ઈસ્ટ સ્પ્રિંગ ઈનવેસ્ટમેન્ટ સહિત વૈશ્વિક રોકાણકારે એન્કર બુકમાં ભાગ લીધો છે.