NSE IPO: શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે એક મોટા અને ખુશખબર સમાન સમાચાર છે. વર્ષોની લાંબી રાહ જોયા પછી, આખરે દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો IPO આવવા જઈ રહ્યો છે. આ આઈપીઓ 17 સપ્ટેમ્બર 2026 ના રોજ ખુલશે. બજારના નિષ્ણાતો અને રોકાણકારોની નજર આ મોટા ઇશ્યૂ પર ટકેલી છે. જો તમે પણ આમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો રોકાણ કરતા પહેલા આ આઈપીઓ વિશેની સંપૂર્ણ અને લેટેસ્ટ માહિતી જાણી લો.

