રિન્યુએબલ એનર્જી કંપની ગૌતમ સોલાર રુપિયા 1000 કરોડ એકત્ર કરવા માટે IPO લાવવાની યોજના બનાવી રહી છે. કંપનીએ મંગળવારે જણાવ્યું હતું કે તે તેના બે ગીગાવોટ સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટને ફંડ આપવા માટે એકથી દોઢ વર્ષમાં પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રુપિયા 1,000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રસ્તાવિત સોલાર સેલ પ્રોજેક્ટ તેની સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાને 2025 સુધીમાં 5 ગીગાવોટ (5000 મેગાવોટ) સુધી લઈ જવાની તેની યોજનાનો એક ભાગ છે.