હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા (HMIL) ટૂંક સમયમાં આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે. તે ભારતની બીજી સૌથી મોટી કાર ઉત્પાદન કંપની છે. તાજેતરમાં કંપનીએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસનો ડ્રાફ્ટ ફાઇલ કર્યો છે. આ મુજબ HMILની પેરેન્ટ કંપની હ્યુન્ડાઈ મોટર કંપની અને પ્રમોટર HMILમાં 17.5 ટકા હિસ્સો વેચશે. આ ઇશ્યૂ ઓફર ફોર સેલ હશે. આ ઈશ્યુ રૂપિયા 25,000 કરોડનો હશે. આ ઈસ્યુ ભારતીય બજારમાં કંપનીની કિંમતને અનલોક કરશે. અહેવાલો અનુસાર, હ્યુન્ડાઇ મોટર કંપની (HMC)એ 1990ના દાયકાના અંતથી ભારતીય બજારમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે.