Get App

સુરતથી ઉદયપુર માટે નવી વંદે ભારત ટ્રેનની ભેટ: માત્ર 7.30 કલાકમાં પહોંચાડશે રાજસ્થાન, જાણો રૂટ અને ટાઈમટેબલ

Surat Udaipur Vande Bharat: ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ. માત્ર 7.30 કલાકમાં 690 કિમીની સફર. જાણો ટ્રેનનું ટાઈમટેબલ, સ્ટોપેજ અને તમામ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 30, 2026 પર 11:38 AM
સુરતથી ઉદયપુર માટે નવી વંદે ભારત ટ્રેનની ભેટ: માત્ર 7.30 કલાકમાં પહોંચાડશે રાજસ્થાન, જાણો રૂટ અને ટાઈમટેબલસુરતથી ઉદયપુર માટે નવી વંદે ભારત ટ્રેનની ભેટ: માત્ર 7.30 કલાકમાં પહોંચાડશે રાજસ્થાન, જાણો રૂટ અને ટાઈમટેબલ
પશ્ચિમ રેલવે દ્વારા નવરાત્રિના પવિત્ર તહેવારોમાં આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની ભેટ આપવામાં આવી છે.

Surat Udaipur Vande Bharat: ગુજરાતથી રાજસ્થાન જનારા પ્રવાસીઓ અને વેપારીઓ માટે રેલવે બોર્ડે એક બહુ મોટી અને ખુશીની જાહેરાત કરી છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે સુરત અને ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જે વંદે ભારત ટ્રેન ઉદયપુર સિટીથી અસરવા સુધી ચાલતી હતી, તેનો જ હવે સુરત સુધી વિસ્તાર કરવામાં આવ્યો છે. આ નવા નિર્ણયથી ડાયમંડ સિટી ‘સુરત' અને લેક સિટી ‘ઉદયપુર' વચ્ચે સીધો સંપર્ક ઊભો થશે, જેનાથી ટેક્સટાઇલના વેપારીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે.

ક્યારથી શરૂ થશે ટ્રેન?

પશ્ચિમ રેલવે દ્વારા નવરાત્રિના પવિત્ર તહેવારોમાં આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનની ભેટ આપવામાં આવી છે.

ઉદ્ઘાટન પ્રવાસ: 2 ઓક્ટોબર, 2026 ના રોજ સુરત રેલવે સ્ટેશનથી આ ટ્રેનનું ઔપચારિક ઉદ્ઘાટન થશે. આ સ્પેશિયલ ટ્રેનનો નંબર 09103 રહેશે.

નિયમિત સેવા: સામાન્ય મુસાફરો માટે આ ટ્રેન 4 ઓક્ટોબર, 2026 થી નિયમિત રીતે શરૂ થશે (ટ્રેન નંબર 26903/26904).

સંચાલનના દિવસો: આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ દોડશે. મેન્ટેનન્સની કામગીરીને કારણે દર મંગળવારે આ ટ્રેન બંધ રહેશે.

માત્ર 7 કલાક 30 મિનિટમાં કપાશે સફર

બધા સમાચાર

+ વધુુ વાંચો