Get App

અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનમાં જ ખામી હતી...' અમેરિકન સંસદના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જાણો શું છે સત્ય

Ahmedabad Air India Crash: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અમેરિકન સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ બોઈંગ 787 વિમાનમાં પહેલેથી જ ગંભીર ટેકનિકલ ખામીઓ હતી. વાંચો આ ચોંકાવનારો અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Jan 22, 2026 પર 10:48 AM
અમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનમાં જ ખામી હતી...' અમેરિકન સંસદના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જાણો શું છે સત્યઅમદાવાદ પ્લેન ક્રેશ: ‘વિમાનમાં જ ખામી હતી...' અમેરિકન સંસદના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જાણો શું છે સત્ય
Ahmedabad Air India Crash: અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી એર ઈન્ડિયાની દુર્ઘટનામાં નવો વળાંક આવ્યો છે.

Boeing 787 technical faults: ગુજરાતના અમદાવાદમાં ગત 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા. આ ઘટનાના મહિનાઓ બાદ હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે ઉડ્ડયન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકાના એક એવિએશન સેફ્ટી ગ્રુપે દાવો કર્યો છે કે જે વિમાન ક્રેશ થયું હતું, તે પહેલેથી જ ખામીયુક્ત હતું.

અમેરિકન સંસદમાં રજૂ થયો સનસનીખેજ રિપોર્ટ

‘ફાઉન્ડેશન ફોર એવિએશન સેફ્ટી' (FAS) નામની સંસ્થાએ 12 જાન્યુઆરી, 2026ના રોજ અમેરિકાની સંસદમાં આ દુર્ઘટના અંગેનો એક વિસ્તૃત રિપોર્ટ જમા કરાવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદમાં જે બોઈંગ 787 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, તે ક્રેશ થયું તે પહેલાં પણ અનેકવાર ગંભીર સમસ્યાઓનો સામનો કરી ચૂક્યું હતું.

FASની તપાસ મુજબ, જ્યારથી આ વિમાન એર ઈન્ડિયાના કાફલામાં જોડાયું હતું, ત્યારથી જ તેમાં ટેકનિકલ ધાંધિયા શરૂ થઈ ગયા હતા. રિપોર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિમાનના એન્જિનિયરિંગ, ક્વોલિટી અને મેન્ટેનન્સ (જાળવણી)માં મોટી બેદરકારી હતી.

વિમાનમાં કઈ કઈ ખામીઓ હતી?

FASના રિપોર્ટમાં વિમાનની અંદર રહેલી અનેક ગંભીર ખામીઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે:

* ખરાબ વાયરિંગ અને શોર્ટ સર્કિટની સમસ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો