Get App

અમેરિકાની ‘ગેમ'? ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન બતાવ્યું, પછી અચાનક પોસ્ટ ડિલીટ મારી! જાણો શું રંધાયું?

India Map Controversy: અમેરિકાએ ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન પોતાનું ગણાવ્યું પણ તરત જ ‘ગુલાંટ' મારી લીધી. USTR એ સોશિયલ મીડિયા પરથી પોસ્ટ કેમ હટાવી? ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વચ્ચે થયેલા આ મોટા વિવાદની અંદરની વાત જાણો.

MoneyControl Newsઅપડેટેડ Feb 11, 2026 પર 12:39 PM
અમેરિકાની ‘ગેમ'? ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન બતાવ્યું, પછી અચાનક પોસ્ટ ડિલીટ મારી! જાણો શું રંધાયું?અમેરિકાની ‘ગેમ'? ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન બતાવ્યું, પછી અચાનક પોસ્ટ ડિલીટ મારી! જાણો શું રંધાયું?
India Map Controversy: અમેરિકાએ ભારતના નકશામાં PoK અને અક્સાઈ ચીન પોતાનું ગણાવ્યું પણ તરત જ ‘ગુલાંટ' મારી લીધી.

India Map Controversy: ભારત અને અમેરિકાના સંબંધો અત્યારે નવી ઊંચાઈ પર છે, પરંતુ હાલમાં જ અમેરિકા તરફથી એક એવી ઘટના બની જેના લીધે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અમેરિકાએ પહેલા તો ભારતને ખુશ કરી દે તેવો નકશો શેર કર્યો, જેમાં ‘પાકિસ્તાન અધિકૃત કાશ્મીર' (PoK) અને ચીનનો કબજો છે તે 'અક્સાઈ ચીન' ભારતના હિસ્સા તરીકે બતાવ્યા. પરંતુ થોડી જ વારમાં અમેરિકાએ 'ગુલાંટ' મારી અને આ પોસ્ટ સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગઈ.

આ ઘટના બાદ લોકોના મનમાં સવાલ છે કે શું અમેરિકાએ જાણીજોઈને આવું કર્યું કે પછી આ માત્ર એક ભૂલ હતી? ચાલો જાણીએ સમગ્ર મામલો વિગતે.

શુ હતો આખો મામલો?

વાત એમ છે કે ગયા અઠવાડિયે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને એક મહત્ત્વની સમજૂતી થઈ. આ ખુશીમાં યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ની ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી હતી.

આ પોસ્ટમાં અમેરિકાએ જણાવ્યું હતું કે કેવી રીતે હવે અમેરિકન ડ્રાય ફ્રૂટ્સ, ફળો અને અનાજ માટે ભારતના બજારો ખુલી ગયા છે. આ માહિતીની સાથે તેમણે એક નકશો પણ શેર કર્યો. આ નકશાએ સૌનું ધ્યાન ખેંચ્યું કારણ કે તેમાં PoK અને અક્સાઈ ચીનને ભારતના જ જમીની ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે પશ્ચિમી દેશો આ વિસ્તારોને 'વિવાદિત' ગણીને અલગ રંગ કે લાઈનથી બતાવતા હોય છે, પણ આ વખતે અમેરિકાનો સૂર અલગ હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો