Get App

અમેરિકાની નવી ચાલ પણ ફેલ? H-1B વિઝા પર $100000 ની ફી પણ ભારતીયોને રોકી શકશે નહીં! રિપોર્ટમાં મોટો ખુલાસો

H-1B Visa news: અમેરિકામાં H-1B વિઝા પર $100000ની ફી લાદવાની ચર્ચા વચ્ચે એક રિપોર્ટે ચોંકાવી દીધા છે. જાણો કેમ આટલી મોટી ફી હોવા છતાં કંપનીઓ ભારતીયોને જ નોકરી આપશે. વાંચો વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Feb 12, 2026 પર 10:56 AM
અમેરિકાની નવી ચાલ પણ ફેલ? H-1B વિઝા પર $100000 ની ફી પણ ભારતીયોને રોકી શકશે નહીં! રિપોર્ટમાં મોટો ખુલાસોઅમેરિકાની નવી ચાલ પણ ફેલ? H-1B વિઝા પર $100000 ની ફી પણ ભારતીયોને રોકી શકશે નહીં! રિપોર્ટમાં મોટો ખુલાસો
H-1B Visa news: અમેરિકામાં H-1B વિઝા પર $100000ની ફી લાદવાની ચર્ચા વચ્ચે એક રિપોર્ટે ચોંકાવી દીધા છે.

H-1B Visa news: અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોતા લાખો ભારતીયો, ખાસ કરીને આઈટી પ્રોફેશનલ્સ માટે H-1B વિઝા હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. હાલમાં અમેરિકામાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે વિદેશી કર્મચારીઓ પરની નિર્ભરતા ઘટાડવા માટે H-1B વિઝા માટે કંપનીઓ પાસેથી તગડી ફી વસૂલવી જોઈએ. પ્રસ્તાવ એવો છે કે દરેક H-1B કર્મચારીને હાયર કરવા પર કંપનીએ 1 લાખ ડોલર (આશરે 83 લાખ રૂપિયા) ચૂકવવા પડે.

પહેલી નજરે એવું લાગે કે આટલી મોટી રકમ સાંભળીને અમેરિકન કંપનીઓ ભારતીયોને નોકરી પર રાખવાનું બંધ કરી દેશે અથવા ઘટાડી દેશે. પરંતુ, એક નવા અભ્યાસે આ માન્યતા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને દાવો કર્યો છે કે આટલી મોટી ફી પણ ભારતીયોનો રસ્તો રોકી શકશે નહીં.

નવી સ્ટડીનો ચોંકાવનારો દાવો

ઈકોનોમિસ્ટ જ્યોર્જ બોરજાસ દ્વારા કરવામાં આવેલા રિસર્ચ ‘The H-1B Wage Gap, Visa Fees and Employer Demand’ માં એક રસપ્રદ ખુલાસો થયો છે. આ સ્ટડી મુજબ, ભલે અમેરિકા સરકાર 1 લાખ ડોલર જેટલી મોટી ફી લાદી દે, તો પણ કંપનીઓની ડિમાન્ડ પર તેની કોઈ ખાસ અસર નહીં પડે.

આનું મુખ્ય કારણ એ છે કે H-1B વિઝા પર કામ કરતા કર્મચારીઓ, સમાન લાયકાત અને અનુભવ ધરાવતા અમેરિકન નાગરિકોની સરખામણીમાં સરેરાશ 16% ઓછો પગાર મેળવે છે. કંપનીઓ માટે આ પગારનો તફાવત જ સૌથી મોટો ફાયદો છે.

$100000ની ફી કેમ બેઅસર સાબિત થશે?

તમને થતું હશે કે 1 લાખ ડોલર જેવી મોટી રકમ તો કોઈ પણ કંપનીને ભારે પડે. પરંતુ ગણિત કંઈક અલગ જ કહે છે. સ્ટડી મુજબ, H-1B વિઝાની 6 વર્ષની મુદત દરમિયાન કંપનીઓ એક વિદેશી કર્મચારી પાછળ પગારમાં એટલી બચત કરી લે છે કે તે આશરે 1 લાખ ડોલર સુધી પહોંચી જાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો