Asian Games 2023: ચીનમાં એશિયન ગેમ્સ 2023માં ભારતે મંગળવારે તેનો ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો. ઘોડેસવારી ડ્રેસેજ ઈવેન્ટમાં અનુષ અગ્રવાલ, હૃદય વિપુલ છેડા, દિવ્યકૃતિ સિંહ અને સુદીપ્તિ હજેલાની ટીમે આ ત્રીજો ગોલ્ડ જીત્યો હતો. ભારતે મંગળવારે ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ અશ્વારોહણ સ્પર્ધામાં ટીમ ડ્રેસેજ ઇવેન્ટમાં ટોચ પર રહીને ગોલ્ડ મેડલ માટે તેની 41 વર્ષની રાહનો અંત કર્યો.

