Brazil President Rejects Donald Trump Offer: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લૂલા ડી સિલ્વાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વાટાઘાટના પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી દીધો છે. લૂલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પ સાથે વાત કરવાને બદલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કોલ કરવાનું પસંદ કરશે. આ નિવેદનથી બ્રાઝિલ-અમેરિકા સંબંધોમાં ચાલી રહેલા ટેરિફ વિવાદે નવો વળાંક લીધો છે.