E-bus service : આજે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં કેબિનેટે ઈ-બસ સેવા માટે 63,000 કરોડ રૂપિયાની રકમને મંજૂરી આપી છે. અમારી સહયોગી ચેનલ CNBC-બજારના આર્થિક નીતિ સંપાદક લક્ષ્મણ રોયે આ સમાચાર આપ્યા છે. સરકાર ઈ-બસ સેવાની મહત્વાકાંક્ષી યોજના તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દેશના 170 શહેરોમાં ઈ-બસ સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે. તેથી આજે મળેલી બેઠકમાં ઈ-બસ સેવા માટે રૂ. 63 હજાર કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. ઈ-બસ સેવા પીપીપી મોડલથી ચલાવવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પણ આ યોજનામાં ભાગ લેશે.

