Get App

ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 152 તાલુકામાં વરસાદ, વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઈંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઇંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ સમાચારમાં વધુ જાણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 26, 2025 પર 10:17 AM
ગુજરાતમાં મેઘમહેર યથાવત્: 152 તાલુકામાં વરસાદ, વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઈંચગુજરાતમાં મેઘમહેર યથાવત્: 152 તાલુકામાં વરસાદ, વિજયનગરમાં સૌથી વધુ 3.98 ઈંચ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 1 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Meghmeher continues in Gujarat: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો, સાબરકાંઠાના વિજયનગરમાં 3.98 ઈંચ સાથે સૌથી વધુ વરસાદ. હવામાન વિભાગે 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી. વધુ જાણો આ ન્યૂઝમાં.

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, 152 તાલુકામાં મેઘમહેર

Gujarat rain: ગુજરાતમાં ચોમાસાનો માહોલ ફરી એકવાર સક્રિય થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, 25 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યાથી 26 ઓગસ્ટ 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 152 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના વિજયનગરમાં 3.98 ઈંચ નોંધાયો, જ્યારે નવસારીના ખેરગામમાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો.

વરસાદની તીવ્રતા અને કયા વિસ્તારમાં કેટલો?

આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર ઘટ્યા છે. અગાઉ 200થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદી તાલુકાની સંખ્યા 152એ આવી ગઈ છે, અને મહત્તમ વરસાદની માત્રા પણ 4 ઈંચથી ઓછી થઈ છે.

25 તાલુકામાં 1થી 3 ઈંચ વરસાદ

બધા સમાચાર

+ વધુુ વાંચો