લદ્દાખની રાજધાની લેહમાં સ્વચ્છ ઉર્જા અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનની દિશામાં ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. દેશની પ્રથમ હાઇડ્રોજન ફ્યુએલ સેલ બસ સેવાનો શુભારંભ લેહની ઠંડી અને ઊંચાઈવાળી ભૂમિ પર કરવામાં આવ્યો છે. આ બસ ન માત્ર પર્યાવરણને અનુકૂળ છે, પરંતુ તેને લેહના કઠોર વાતાવરણને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ લદ્દાખને કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનો એક ભાગ છે.