Parliament Monsoon Session 2025: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરી અને કહ્યું કે હું દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે પહેલગામમાં એક કાયર આતંકવાદી હુમલો થયો હતો. અમે ઓપરેશન સિંદૂર દ્વારા માતાઓ અને બહેનોનો બદલો લીધો. ઓપરેશન સિંદૂર પહેલા દરેક પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂરમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા.