SpaceX Starship: એલોન મસ્કની કંપની સ્પેસએક્સને વધુ એક આંચકો લાગ્યો છે. બુધવારે, ટેક્સાસમાં સ્ટેટિક ફાયર ટેસ્ટ દરમિયાન તેના સ્ટારશીપ અવકાશયાનમાં એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં, એન્જિન ટેસ્ટ દરમિયાન અવકાશયાનના નીચેના ભાગમાંથી એક પ્રચંડ વિસ્ફોટ જોવા મળે છે. સ્થાનિક અધિકારીઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે કોઈને ઈજા થઈ નથી. ઘટનાનું કારણ શોધવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.