GST Reforms: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે રાજ્યોના મંત્રીઓના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (GoMs) સમક્ષ GSTમાં સુધારણાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં ટેક્સ રેટને સરળ બનાવવા અને બિઝનેસ કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર ટેક્સ સ્લેબને ઘટાડીને મુખ્યત્વે 5% અને 18%ની બે કેટેગરીમાં લાવવાની યોજના છે. આ ઉપરાંત, સિન ગુડ્સ (સમાજ માટે હાનિકારક માનવામાં આવતી વસ્તુઓ) પર 40%નો ખાસ ટેક્સ રેટ લાગુ કરવાનો પ્રસ્તાવ પણ છે.