Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને બુધવારે (2 જુલાઈ) કોર્ટના અવમાનના કેસમાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT) દ્વારા છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. 'ઢાકા ટ્રિબ્યુન' અખબારે અહેવાલ આપ્યો છે કે, ન્યાયાધીશ મોહમ્મદ ગુલામ મુર્તઝા મજુમદારની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ-1 ની ત્રણ સભ્યોની બેન્ચે આ નિર્ણય જારી કર્યો છે. આ જ નિર્ણયમાં, કોર્ટે ગાયબંધાના ગોવિંદગંજના શકીલ અકંદ બુલબુલને બે મહિનાની જેલની સજા ફટકારી છે.

