Get App

વાહનચાલકો સાવધાન! હવે ગાડી કે બાઈક પર જાતિસૂચક શબ્દો કે સ્ટીકર લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે લાગુ કર્યો નવો નિયમ

Gujarat Motor Vehicle Rules: ગુજરાત સરકારે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સ્ટીકર કે ચિન્હો લગાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ગુજરાત મોટર વ્હીકલ નિયમમાં સુધારો કરીને 17 નવેમ્બરથી નવો નિયમ લાગુ કરાયો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 20, 2026 પર 1:22 PM
વાહનચાલકો સાવધાન! હવે ગાડી કે બાઈક પર જાતિસૂચક શબ્દો કે સ્ટીકર લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે લાગુ કર્યો નવો નિયમવાહનચાલકો સાવધાન! હવે ગાડી કે બાઈક પર જાતિસૂચક શબ્દો કે સ્ટીકર લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ, સરકારે લાગુ કર્યો નવો નિયમ
રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ 17 નવેમ્બર, 2026 ના રોજ સત્તાવાર રીતે 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Gujarat Motor Vehicle Rules: ગુજરાતમાં પોતાના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, લખાણ કે ખાસ ચિન્હો લગાવીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો હતો. આ પ્રવૃત્તિ પર લગામ કસવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 'ગુજરાત મોટર વ્હીકલ નિયમ, 1989' માં સુધારો કરીને વાહનો પર જાતિગત ઓળખ દર્શાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ નવા નિયમ હેઠળ હવે રાજ્યમાં ટુ-વ્હીલર (બાઈક-સ્કૂટર), થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર (કાર), બસ કે ટ્રક સહિતના કોઈપણ ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, સંકેતો, સ્ટીકર કે આકૃતિઓ લગાવી શકાશે નહીં.

મોટર વાહન નિયમ 125 અને 138 માં કરવામાં આવ્યો મોટો સુધારો

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા તારીખ 17 નવેમ્બર, 2026 ના રોજ સત્તાવાર રીતે 'ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026' નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નીચે મુજબના બે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે:

બધા સમાચાર

+ વધુુ વાંચો