ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને શાળાના પ્રવાસને લઈ એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળાઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓ ફરજિયાત સાથે રહેશે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હશે, તો એક મહિલા પોલીસ કર્મચારી પણ હાજર રહેશે. આ નિર્ણય 2024ની DGP-IGP કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સૂચનોના અમલ તરીકે લેવામાં આવ્યો છે.